Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:15 - પવિત્ર બાઇબલ C.L.

15 રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ઘણું લાંબુ જીવો! તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:15
29 Iomraidhean Croise  

પછી તેણે શલોમોન રાજાને બક્ષિસમાં ચાર હજાર કિલો કરતાં વધારે સોનું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધીદ્રવ્યો અને ઝવેરાત આપ્યાં. શેબાની રાણીએ તેને જેટલાં સુગંધીદ્રવ્યો આપ્યાં તેટલાં ક્યારેય કોઈના તરફથી મળ્યાં નહોતાં.


શલોમોન રાજાને દર વર્ષે લગભગ ત્રેવીસ હજાર કિલો સોનું મળતું.


શલોમોનની કીર્તિ સાંભળીને શેબાની રાણી જટિલ પ્રશ્ર્નો પૂછી તેની પરીક્ષા કરવા યરુશાલેમ આવી. તે પોતાની સાથે ભારે રસાલો અને ઊંટો પર અત્તરો, જર ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. જ્યારે તે શલોમોનને મળી ત્યારે તેણે તેના મનમાં જેટલા પ્રશ્ર્ન હતા તે બધા પ્રશ્ર્ન પૂછયા.


તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું.


સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે.


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મિર્યામ પાસે જોયો. તેમણે નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેમણે પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી.


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.


ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે,


થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો.


જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો.


અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે.


આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ તમારી પાસે આવવાની અમને તક આપો.


પ્રભુ તારા આત્માની સાથે રહો. અને તેમની કૃપા તારા પર રાખો.


પણ તમે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં કૃપા અને જ્ઞાનમાં સતત વૃદ્ધિ પામતા જાઓ. હમણાં અને સદાસર્વકાળ તેમનો જ મહિમા થાઓ. આમીન.


આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan