Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 72:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ગરીબો પોકાર કરે ત્યારે તે તેમને જરૂર છોડાવશે. પીડિત અને નિ:સહાય જનોને તે સહાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 72:12
19 Iomraidhean Croise  

મેં માન્યું હતું કે તમે મારું સાંભળશો અને મને તથા મારા પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરીને ઈશ્વરે પોતાના લોકોને વારસા તરીકે આપેલા દેશમાંથી અમારું નિકંદન કાઢનારાઓથી તમે અમને બચાવશો.


કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.


ઈશ્વર દુ:ખીઓનો ઉદ્ધાર તેમના દુ:ખ દ્વારા જ કરે છે, અને વિપત્તિ દ્વારા તેમને ચેતવણી આપે છે.


હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.


જેથી તે બંદીવાનોના નિ:સાસા સાંભળે અને મૃત્યુદંડ પામેલાને મુક્ત કરે.


હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે.


રાજા નિરાધારોના હકનું સમર્થન કરો, અને પીડિતજનોને જુલમમાંથી છોડાવો, અને તેમના અત્યાચારીઓને છૂંદી નાખો.


નેકજન કંગાલોના અધિકારોની રક્ષા કરે છે, પણ દુષ્ટને એવી કંઈ દરકાર હોતી નથી.


પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, “જાઓ, અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો: આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે, અને ગરીબોને શુભસંદેશ પ્રગટ કરવામાં આવે છે.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


વળી, જેમના પર જુલમ ગુજારવામાં આવ્યો હોય, દેવાદાર હોય અને અસંતુષ્ટ હોય તેવા સૌ તેની પાસે ગયા અને તે તેમનો આગેવાન બન્યો. તેઓ બધા મળીને લગભગ ચારસો પુરુષો હતા.


Lean sinn:

Sanasan


Sanasan