Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હું ઘણાંને માટે સંકેતરૂપ થઈ પડયો છું; કારણ, તમે મારા આશ્રયના ગઢ બન્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે; પણ તમે મારો મજબૂત આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું. પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:7
14 Iomraidhean Croise  

કારણ, તમે જ મારા શરણસ્થાન છો; શત્રુઓ સામે મારા સંરક્ષક મિનારા સમ છો.


ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


સર્વસમર્થ પ્રભુએ આમ કહ્યું છે: “જો તમે મારા નિયમો પાળો અને તમને મેં સોંપેલી ફરજ અદા કરો તો મારું મંદિર તમારા હસ્તક રહેશે અને જેમ મારી તહેનાતમાં રહેનાર દૂતોની પ્રાર્થનાઓ હું સાંભળું છું,


તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ.


શિમયોને તેમને આશિષ આપી અને બાળકની માતા મિર્યામને કહ્યું, “ઇઝરાયલમાં ઘણાના વિનાશ અને ઉદ્ધારને માટે ઈશ્વરે આ છોકરાને પસંદ કરેલો છે. એ તો ઈશ્વર તરફથી આવેલી નિશાનીરૂપ બનશે કે જેની વિરુદ્ધ ઘણા લોકો બોલશે,


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


મને તો એમ લાગે છે કે ઈશ્વરે અમ પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan