Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:20 - પવિત્ર બાઇબલ C.L.

20 જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:20
26 Iomraidhean Croise  

વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.


હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો.


જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.


તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી.


તમે અમને, તમારા લોકને ભારે દુ:ખના દિવસો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષાસવ પાયો છે.


અમને પ્રત્યુત્તર આપો; અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો. જેથી અમે, તમારાં પ્રિયજનો ઊગરી જઈએ.


અમે ફરી કદી તમારાથી વિમુખ થઈશું નહિ, અમને નવજીવન આપો, એટલે અમે તમારે નામે પ્રાર્થના કરીશું.


હે ઈશ્વર, તમે અમને નવજીવન આપો કે જેથી તમારા લોક તમારામાં આનંદ કરે.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


તે સમસ્ત પૃથ્વી પર, તેની ગહન ખીણો અને તેનાં ઉન્‍નત શિખરો સહિત સર્વત્ર નિયંત્રણ ધરાવે છે.


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.


હું છેક પર્વતોના તળિયે, હા, મને સદાને માટે કેદ કરી દેનાર દુનિયામાં આવી પડયો. પણ હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઊંડાણમાંથી ઉગારી લીધો.


ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?”


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


હવે “તે ઊંચાણમાં ગયા” તેનો અર્થ શો? એનો અર્થ એ કે પ્રથમ તે નીચે, એટલે, પૃથ્વીના સૌથી ઊંડાણના ભાગોમાં ઊતર્યા.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan