Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 70:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જેઓ મારો જીવ લેવા પ્રયાસ કરે છે તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને ઈજા પહોંચાડવાની ઇચ્છા રાખે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 70:2
13 Iomraidhean Croise  

મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


હે પ્રભુ, હું તમને પોકારું છું: સત્વરે મારી મદદે આવો; હું વિનંતી કરું, ત્યારે મારો પોકાર સાંભળો.


સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે.


તરવારથી મારા ગળાને બચાવો, અને કૂતરાના પંજાથી મારા એકલવાયા જીવને ઉગારો.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો.


જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે.


હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ઈશ્વર, સત્વરે મારી મદદે આવો.


મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ.


એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


ઈસુએ જ્યારે કહ્યું, “હું તે જ છું,” ત્યારે તેઓ પાછા હઠીને જમીન પર ગબડી પડયા.


Lean sinn:

Sanasan


Sanasan