Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:6
21 Iomraidhean Croise  

આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.


શત્રુએ મારો પીછો કરીને મને પાડી દીધો છે; તેણે મને ભૂમિ પર કચડી નાખ્યો છે. લાંબા સમયથી મૃત્યુ પામેલા માણસની જેમ તેણે મને અંધારા સ્થાનમાં પૂર્યો છે.


હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો.


હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો.


મને ન્યાય અપાવવા જાગ્રત થાઓ. હે મારા ઈશ્વર અને મારા સ્વામી, મારા દાવાનો ઉકેલ લાવો.


હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘી રહ્યા છો? ઊઠો, સદાને માટે અમારી ઉપેક્ષા ન કરો.


ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો.


હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ.(સેલાહ)


જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો.


અમારા શત્રુઓએ પવિત્ર મંદિરની એકેએક વસ્તુનો નાશ કર્યો છે; પૂરેપૂરા ખંડિયેર બનેલાં આ સ્થાનો તરફ તમારાં પગલાં વાળો,


આખરે પ્રભુ જાણે નિદ્રામાંથી જાગ્રત થયા, અને મદિરાપાન પછી ગર્જના કરતા વીરયોદ્ધાની જેમ ઊઠયા.


પ્રભુએ અદાલતમાં કેસ હાથ ધર્યો છે. તે પોતાના લોકોનો ન્યાય કરવા તૈયાર થયા છે.


પ્રભુ કહે છે, “હવે હું ઊભો થઈશ. હું પોતાને ઊંચો કરીશ. હું હવે મોટો મનાઈશ.”


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


Lean sinn:

Sanasan


Sanasan