Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તો મારા શત્રુઓ મારો પીછો કરી મને પકડી પાડો; તેઓ મારા જીવને ખૂંદી કાઢો, અને તેઓ મારી આબરુ ધૂળમાં રગદોળો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો; હા, મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરો, અને મારી આબરૂ ધૂળમાં મેળવી દો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે; મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે અને મારું માન ધૂળમાં મેળવી દે. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે, અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે! અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:5
17 Iomraidhean Croise  

મેં મારી ચામડી પર શોકનું કંતાન સીવી લીધું છે, અને મેં મારું માથું ધૂળમાં નમાવી દીધું છે.


તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ)


તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.


મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે.


ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


“મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.


તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.


હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે.


Lean sinn:

Sanasan


Sanasan