Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 નહિ તો તેઓ મને સિંહની જેમ ઘસડી જશે, મને ફાડીને ચીરી નાખશે, અને મને કોઈ છોડાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:2
18 Iomraidhean Croise  

મારા પતિ મરી ગયા છે. મારા માલિક, મારે બે દીકરા હતા. એક દિવસ તેઓ ખેતરમાં લડી પડયા અને ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું એટલે એકે બીજાને મારી નાખ્યો.


જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી.


તે ઝાડીમાં લપાયેલા સિંહની જેમ પોતાની છૂપી જગ્યામાં લપાય છે, તે સંતાઈને નિરાધારો માટે ટાંપી રહે છે, તે તેમને પોતાના ફાંદામાં ફસાવીને ઘસડી જાય છે.


હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?”


હે ઈશ્વર, મારું રક્ષણ કરો. કારણ, હું તમારે શરણે આવ્યો છું.


તેઓ ફાડી ખાવાને તત્પર સિંહ સમા છે; ત્રાટકવાને ઝાડીમાં લપાઈ રહેલા યુવાન સિંહ જેવા છે.


ફાડી ખાનાર અને ગર્જનાર સિંહની જેમ તેઓ પોતાનાં મોં મારી સામે વિક્સે છે.


મારી તરફ કાન ધરો અને મને સત્વરે છોડાવો; તમે મારા રક્ષણનો મજબૂત ગઢ અને બચાવનો કિલ્લો બનો.


પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


અન્યાય આચરનારાઓથી મને બચાવો અને ખૂનીઓથી મને ઉગારો.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો.


તેણે ગાદના કુળ વિષે કહ્યું: “ગાદની સીમાનો વિસ્તાર કરનાર પ્રભુની સ્તુતિ થાઓ. તે સિંહની જેમ ટાંપી રહે છે અને હાથને અરે, માથાના તાલકાને ફાડી નાખે છે.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan