Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરું છું; હું ‘યાહવે - એલ્યોન’ એટલે, સર્વોચ્ચ પ્રભુનો જયજયકાર ગાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:17
19 Iomraidhean Croise  

એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.”


મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.


તેમનું દરેક કાર્ય મહિમા અને ભવ્યતાથી પરિપૂર્ણ છે; તેમની ભલાઈ સદાકાળ ટકે છે.


તેમના પર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં ફેંકાઓ, અને ઊંડા ખાડામાં પડયા પછી કદી બહાર ન નીકળો.


તેઓ તમારી અપાર ભલાઈનું સ્મરણ કરી તમારા ગુણગાન ગાશે, અને તમારી ઉદ્ધારકશક્તિ વિષે આનંદપૂર્વક જયજયકાર કરશે.


ત્યારે મારી જીભ તમારી ન્યાયપરાયણતા પ્રગટ કરશે અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે.


હે ઈશ્વર, મારા ઉદ્ધારક, ખૂનના દોષમાંથી મને મુક્ત કરો; એટલે, મારી જીભ તમે કરેલા છુટકારા વિષે મોટેથી ગાશે.


હું તમારે લીધે હર્ષ અને આનંદ કરીશ; હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામનાં ભક્તિગીત ગાઈશ.


હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે.


કારણ, હે પ્રભુ, તમે સદાસર્વદા સર્વોચ્ચ સત્તાધીશ છો.


પ્રભુએ પોતાના આ વિજયની ઘોષણા કરી છે. તેમણે પ્રજાઓ સમક્ષ પોતાની ઉદ્ધારક શક્તિ પ્રગટ કરી છે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


પણ માણસોએ બાંધેલા ઘરોમાં સર્વોચ્ચ ઈશ્વર રહેતા નથી. સંદેશવાહક પણ એમ જ કહે છે,


અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું.


યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan