Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હ્રદયવાળાઓને તારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય અને ન્યાયી હૃદયવાળાને તારે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:10
15 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


તો તેની પ્રાર્થના સાંભળજો અને તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેને ક્ષમા કરજો. તમે એકલા જ માનવી દયના વિચારો જાણો છો. પ્રત્યેક વ્યક્તિ સાથે તમે ઘટતો વ્યવહાર કરજો,


જો તું વિશુદ્ધ અને પ્રામાણિક હશે તો ઈશ્વર તારી વહારે ધાશે,


તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે.


હે પ્રભુ, ભલા માણસોનું તથા સરળ જનોનું ભલું કરજો.


પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


પ્રભુ તો અમારે માટે સંરક્ષક ઢાલ સમાન છે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અમારા રાજા છે.


પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.


કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે.


સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.


ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.”


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


Lean sinn:

Sanasan


Sanasan