Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:35 - પવિત્ર બાઇબલ C.L.

35 કારણ, ઈશ્વર સિયોન નગરને બચાવશે, અને યહૂદિયા પ્રદેશનાં નગરોને ફરી બાંધશે; તેમના લોકો ત્યાં વસશે અને તે ભૂમિને કબજે કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 કારણ, દેવ સિયોનને તારશે અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે; તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:35
17 Iomraidhean Croise  

સમુદ્ર અને તેમાંના સજીવો ગર્જના કરો! ખેતરો અને તેમાંનું સર્વસ્વ આનંદ કરો.


તમે સિયોન પર દયા દાખવવા ઊભા થશો; તેના પર કરુણા કરવાનો સમય, એટલે નિર્ધારિત સમય આવી પહોંચ્યો છે.


હે પ્રભુ, તમે સર્જેલા સર્વ જીવો તમારો આભાર માને છે; તમારા સંતો તમને ધન્ય કહે છે.


મારું મુખ યાહવેની સ્તુતિ કરશે; તેમણે સર્જેલા સર્વ જીવો તેમના પવિત્ર નામને સદા ધન્ય કહો.


આકાશોનાં આકાશો, તેમની સ્તુતિ કરો, આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.


તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


“પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan