ગીતશાસ્ત્ર 69:2 - પવિત્ર બાઇબલ C.L.2 હું ઊંડા કીચડમાં ડૂબી રહ્યો છું, અને પગ ટેકવવા કશો આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડયો છું, અને મારે માથે છોળો ફરી વળી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી, હું ઊઁડા જળમાં આવી પડ્યો છું, જળપ્રલયે મને ડૂબાડી દીધો છે. Faic an caibideil |
મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!”