Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પરંતુ હે પ્રભુ, હું તો તમને જ પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, તમારી સદ્ભાવના દાખવવાના આ સમયે તમારા મહાન પ્રેમને લીધે તમારા વિશ્વાસુપણામાં તમારાં ઉદ્ધારક કાર્યો વડે મને ઉત્તર દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે, તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:13
24 Iomraidhean Croise  

અને તે બોલ્યો, “મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, જેમણે મારા માલિક પર કૃપા કરી છે તેમને ધન્ય હો. પ્રભુ જ મને મારા પ્રવાસમાં મારા માલિકના ભાઈના ઘરને રસ્તે દોરી લાવ્યા છે.”


રાજાએ એસ્તેરને જોઈ અને તેના પર કૃપાદષ્ટિ કરી તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. એસ્તેર નજીક જઈને રાજદંડની ટોચને સ્પર્શી.


મદિરાપાન થઈ ગયા પછી રાજાએ એસ્તેરને પૂછયું, “તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ તને આપીશ.”


મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.”


તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ.


હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


તેમણે પોતાના ઇઝરાયલ લોક પ્રત્યે, પોતાનો પ્રેમ અને વિશ્વાસુપણું દર્શાવવાનું યાદ રાખ્યું છે; પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોએ આપણા ઈશ્વરનો ઉદ્ધાર જોયો છે.


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો.


બેસતાં કે ઊઠતાં, તેઓ સતત મારી મશ્કરી કર્યા કરે છે.


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું.


ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.


શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, “તારા પર કૃપા દર્શાવવાને સમયે મેં તારી વિનંતી સાંભળી, અને તારો ઉદ્ધાર કરવાના દિવસે મેં તને મદદ કરી.” હમણાં જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે; આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”


Lean sinn:

Sanasan


Sanasan