Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે. અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:12
15 Iomraidhean Croise  

સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,


પરંતુ તેઓ માંદા પડતા ત્યારે હું શોકમાં કંતાન ઓઢતો, ઉપવાસથી મારા જીવને કષ્ટ આપતો, અને માથું ખોળામાં ઢાળીને પ્રાર્થના કર્યા કરતો.


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું,


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan