Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે પૃથ્વી કંપી, વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ પડયો; ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત [કાંપ્યો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:8
16 Iomraidhean Croise  

હે પૃથ્વી, પ્રભુની હજૂરમાં, અમારા પૂર્વજ યાકોબના ઈશ્વરની હજૂરમાં ધ્રૂજી ઊઠ.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં કેવા ભયાવહ છે! ઇઝરાયલના ઈશ્વર પોતાની પ્રજાને શક્તિ બક્ષીને બળવાન કરે છે. ઈશ્વરને ધન્ય હો!


તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી.


તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


હું તને અંધારી ગુપ્ત જગ્યાઓમાં છુપાયેલા ખજાના આપીશ, જેથી તું જાણે કે હું પ્રભુ છું, અને તને નામ દઈને બોલાવનાર તો હું, ઇઝરાયલનો ઈશ્વર છું.


તમે આકાશો ફાડીને નીચે ઊતરી આવો તો કેવું સારું! કારણ, ત્યારે તો તમારા ઊતરવાથી પર્વતો કંપી ઊઠશે.


એકવાર તમે ઊતર્યા હતા અને અમારી કલ્પનામાં ન આવે એવાં ભયપ્રેરક કાર્યો કર્યાં હતાં અને ત્યારે પર્વતો તમને જોઈને કંપી ઊઠયા હતા.


તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.


તે સમયે તો અવાજથી આખી પૃથ્વી હાલી ઊઠી હતી, પણ હવે ઈશ્વરે વચન આપ્યું છે: “હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ હલાવીશ.”


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan