Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે. પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:6
18 Iomraidhean Croise  

પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


કેટલાક ખિન્‍નતામાં અને ઘોર અંધારી જગામાં જીવતા હતા, અને કેદીઓ તરીકે પીડિત અને બેડીઓમાં જકડાયેલા હતા;


ઈશ્વર તેમને ખિન્‍નતા અને ઘોર અંધકારમાંથી બહાર લાવ્યા, અને તેમની બેડીઓ તોડી નાખી.


ઈશ્વરની આશિષ વંધ્યાને સંતાનોની આનંદી માતા બનાવે છે અને વંધ્યાને તેના જ ઘરમાં વસાવે છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે;


પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી.


કારણ, ઈશ્વર પોતે જ તેમના સમર્થ ઉદ્ધારક છે; તે તેમનો પક્ષ લઈને તારી સામે મુકદમો લડશે.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”


એકાએક મોટો ધરતીકંપ થયો કે જેથી જેલના પાયા હાલી ગયા. તરત જ બધા દરવાજા ખૂલી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.


કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.”


તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્‍નવસ્ત્ર પૂરાં પાડે છે.


અગાઉ તૃપ્ત થયેલાઓ આજે ખોરાકને માટે મજૂરી કરે છે, પણ ભૂખ્યાઓ તૃપ્ત થાય છે. વંધ્યાએ સાત છોકરાને જન્મ આપ્યો છે, પણ ઘણાં છોકરાની માતા સંતાનોના વિરહથી ઝૂરે છે.


Lean sinn:

Sanasan


Sanasan