Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સડકો બાંધો; જેમનું નામ છે યાહ, તેમની સામે ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:4
19 Iomraidhean Croise  

તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમનાં યશોગાનને મહિમાવાન બનાવો.


પૃથ્વીના સર્વ નિવાસીઓ તમારી ભક્તિ કરે છે; તેઓ તમારી સ્તુતિ ગાય છે અને તમારાં નામનાં સ્તવનો ગાય છે. (સેલાહ)


પ્રજાઓ આનંદિત થઈ જયજયકાર કરે; કારણ, તમે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરો છો, અને પૃથ્વી પરની દરેક પ્રજાને માર્ગદર્શન આપો છો. (સેલાહ)


તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


ઈશ્વરની ભલાઈ નેકજનો પર પ્રકાશની જેમ ચમકે છે અને સરળ દયના લોકો આનંદ કરે છે.


ઇઝરાયલી લોકોને કહે જે કે ‘હું છું’ - એ મને તમારી પાસે મોકલ્યો છે.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો.


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


Lean sinn:

Sanasan


Sanasan