Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસો પાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:18
47 Iomraidhean Croise  

“પણ હે ઈશ્વર, શું તમે માણસો મધ્યે વાસ કરશો? આકાશોનાં આકાશ તમારો સમાવેશ કરી શકે નહિ, તો મેં બંધાવેલા મંદિરમાં તમે શી રીતે વાસ કરી શકો?


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


પ્રભુના સિયોનપર્વત પર કોણ ચઢી શકે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભું રહી શકે?


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


વિશ્વની બધી પ્રજાઓને તમારી પાસે એકત્ર કરો, અને તેમની મધ્યે તમે ઊંચા ન્યાયાસને બિરાજો.


શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


શહેરની આસપાસની દીવાલની લંબાઈ નવ હજાર મીટર છે. હવેથી શહેરનું નામ “યાહવે - શામ્માહ” એટલે ‘પ્રભુ અહીં છે’ રાખવામાં આવશે.


પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર


જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું.


તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ.


મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, તે હું તમારા પર મોકલી આપીશ. પણ તમારા પર ઉપરથી પરાક્રમ ઊતરે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો.”


તેઓ તેમને આશિષ આપતા હતા, તેવામાં ઈસુ તેમનાથી છૂટા પડયા અને આકાશમાં લઈ લેવાયા.


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


પરંતુ હું તમને સાચે જ કહું છું: મારું જવું તમારા લાભમાં છે; કારણ, હું જઉં નહિ તો સહાયક તમારી પાસે આવશે નહિ. પરંતુ જો હું જઉં તો હું તેને તમારી પાસે મોકલીશ.


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.


તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.”


પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


કારણ, ખ્રિસ્તના દેહધારીપણામાં ઈશ્વરનું સમસ્ત ઐશ્વર્ય સાકાર થઈ વસ્યું છે.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે.


ઈસુ આપણી પહેલાં આપણે માટે ત્યાં પ્રવેશીને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે સનાતન પ્રમુખ યજ્ઞકાર બન્યા છે.


અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


જાગ! દબોરા, જાગ! જાગ, જાગીને ગીત ગાવા માંડ. અબિનોઆમના પુત્ર, ઊઠ, ઊભો થા! તારા બંદીવાનોને દોરી જા!


Lean sinn:

Sanasan


Sanasan