Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા [સૂતેલા] હોલાના જેવા [લાગશો.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:13
22 Iomraidhean Croise  

“ઇસ્સાખાર બળવાન ગધેડો છે તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે.


સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા.


ઈશ્વર ઇઝરાયલીઓને સોનાચાંદીના ઘરેણાં સહિત કાઢી લાવ્યા, તેમનાં કુળોમાં એના ભારથી કોઈ લથડી ગયું નહિ.


કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્‍ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે.


કબૂતર જેવા તમારા ભોળા લોકને હિંસક શત્રુઓના હાથમાં સોંપશો નહિ. તમારા લાચાર લોકને સદા વીસરી જશો નહિ.


“મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.”


ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.


પછી લૂંટના બે સરખા ભાગ પાડો. એક ભાગ સૈનિકોને આપવામાં આવે અને બાકીનો ભાગ સમગ્ર સમાજને વહેંચવામાં આવે.


જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે ખાઈને પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું, પણ કોઈ તેને કંઈ ખાવાનું આપતું નહિ.


પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, ‘જલદી કરો. સૌથી સુંદર ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેની આંગળીમાં વીંટી અને પગમાં બુટ પહેરાવો.


તમે જાણો છો કે તમે જ્યારે વિધર્મી હતા, ત્યારે નિર્જીવ મૂર્તિઓ તમને કાબૂમાં રાખતી હતી અને તમને આડે માર્ગે દોરી જતી હતી.


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


પેલા પાંચ અમોરી રાજાઓ નાસી છૂટયા અને માકકેદામાં આવેલી ગુફામાં સંતાયા.


તમે ઘેટાંની પાછળ કેમ ફરતા રહ્યા? ઘેટાંપાળકો ટોળાંને સીટી વગાડી બોલાવે તે સાંભળવા? સાચે જ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ.


મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan