Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:12 - પવિત્ર બાઇબલ C.L.

12 રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “સેનાધિપતિઓ નાસે છે, તેઓ નાસી જાય છે!” અને ઘેર રહેનારી સ્ત્રી લૂંટ વહેંચે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:12
12 Iomraidhean Croise  

તેમણે ઇજિપ્તીઓના રથોનાં પૈડાં ફસાવી દીધાં જેથી તેમને રથો ચલાવવાનું મુશ્કેલ થઈ પડયું. ત્યારે ઇજિપ્તીઓએ કહ્યું, “પ્રભુ ઇઝરાયલીઓના પક્ષમાં રહીને આપણી વિરુદ્ધ લડે છે, માટે આપણે અહીંથી નાસી છૂટીએ.”


પછી લૂંટના બે સરખા ભાગ પાડો. એક ભાગ સૈનિકોને આપવામાં આવે અને બાકીનો ભાગ સમગ્ર સમાજને વહેંચવામાં આવે.


પછી મોશે અને યજ્ઞકાર એલાઝાર સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ, અને શતાધિપતિઓ પાસેથી મળેલું સોનું સ્વીકારી લઈને મુલાકાતમંડપમાં લઈ આવ્યા; જેથી પ્રભુ ઇઝરાયલને યાદ રાખે અને તેમની રક્ષા કરે.


પેલા પાંચ અમોરી રાજાઓ નાસી છૂટયા અને માકકેદામાં આવેલી ગુફામાં સંતાયા.


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા.


મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.


“તેઓ લૂંટ એકઠી કરવા અને વહેંચી લેવા રોકાયા હશે. દરેક સૈનિકને ભાગે એક કે બબ્બે કન્યા આવી હશે; સીસરા માટે રંગીન અને ભરતકામવાળાં વસ્ત્રોની લૂંટ મળી હશે! રાણીના ગળા માટે ભરતકામ કરેલા એક બે દુપટ્ટા મળ્યા હશે!”


તમારી વાત સાથે કોઈથી સહમત થઈ શકાય તેમ નથી. સર્વ સરખે ભાગે હિસ્સો મળવો જોઈએ. પુરવઠાની સાથે પાછળ રહેનારને પણ લડાઈમાં જનાર જેટલો જ હિસ્સો મળવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan