Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 67:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રજાઓ આનંદિત થઈ જયજયકાર કરે; કારણ, તમે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરો છો, અને પૃથ્વી પરની દરેક પ્રજાને માર્ગદર્શન આપો છો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 67:4
18 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે.


મેં કહ્યું, “તમે તો દેવો છો, અને તમે સર્વ સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો છે!


તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે.


સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.


કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


હે સંતાનવિહોણી વંધ્યા સમી યરુશાલેમ નગરી! તું હવે હર્ષનાદ અને જયજયકાર કર. પતિએ કદી તજી દીધી ન હોય તેવી સ્ત્રી કરતાં ત્યક્તાનાં સંતાન વિશેષ થશે.


મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો.


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.”


“હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan