Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 66:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 66:3
19 Iomraidhean Croise  

“ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે.


મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે.


પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુ તો આરાધ્ય છે. તે સમસ્ત પૃથ્વીના રાજાધિરાજ છે.


હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.


બરુઓમાં વસવાટ કરનાર જંગલી પશુ સમા અને વાછરડાઓ સહિતના આખલાઓના ટોળા જેવા ઇજીપ્તને ધમકાવો; તેમને લળીલળીને ચાંદીની ભેટો ધરતા કરી દો, અને યુદ્ધમાં રાચતી પ્રજાઓને વિખેરી નાખો.


ઈશ્વર સરદારોના ગર્વનું ખંડન કરશે; પૃથ્વીના રાજાઓ માટે તે ભયાવહ છે.


પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે.


મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે.


તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.


એકવાર તમે ઊતર્યા હતા અને અમારી કલ્પનામાં ન આવે એવાં ભયપ્રેરક કાર્યો કર્યાં હતાં અને ત્યારે પર્વતો તમને જોઈને કંપી ઊઠયા હતા.


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


Lean sinn:

Sanasan


Sanasan