Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:8
22 Iomraidhean Croise  

પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તથા રાત અને દિવસ સદા થયા કરશે.”


યોબ, તારા જીવનમાં તેં ક્યારે ય ઉષાને ઊગવાની આજ્ઞા આપી છે, અથવા પ્રભાતે ક્યાં ઊગવું તે તેં ઠરાવ્યું છે?


ઈશ્વરે તોફાન શાંત પાડયું અને સમુદ્રનાં મોજાં ઓસરી ગયાં.


અમારા મુખ પર હાસ્ય ઊભરાતું હતું; અમારી જીભ આનંદપૂર્વક જયજયકાર કરતી હતી. ત્યારે બીજા દેશોએ એકબીજાને અમારે વિષે કહ્યું, “પ્રભુએ પોતાના લોક માટે મહાન કાર્યો કર્યાં છે.”


તેમણે ઇજિપ્તમાં ફેરો અને તેના સર્વ સેવકો વિરુદ્ધ અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યાં.


તેમણે દિવસને અજવાળવા સૂર્ય બનાવ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો.


શયનખંડમાંથી નીકળતા વરરાજાની જેમ સૂર્ય સવારે નીકળે છે; સશક્ત દોડવીરની જેમ પોતાની દોડ આનંદથી દોડે છે.


માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે.


ઘાસનાં બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે, ખીણપ્રદેશો ધાન્યથી આચ્છાદિત બને છે; તેઓ હર્ષનાદ કરે છે અને આનંદથી ગાય છે.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


દિવસ તમારો છે અને રાત્રિ પણ તમારી છે; તમે જ સૂર્યને અને જ્યોતિઓને તેમને સ્થાને ગોઠવ્યાં છે.


તમે જ જલરાક્ષસ રાહાબને છૂંદીને મારી નાખ્યો, અને તમારા બાહુબળથી તમારા શત્રુઓને પરાજિત કર્યા.


જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan