Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:5
28 Iomraidhean Croise  

કેટલાક લોકો વેપાર અર્થે વહાણોમાં દરિયાઈ મુસાફરીએ જતા, અને આજીવિકા માટે મહાસાગરોનો પ્રવાસ ખેડતા.


પ્રભુ પોતાના સર્વ માર્ગોમાં વાજબી છે, અને પોતાનાં સર્વ કાર્યોમાં કૃપાળુ છે.


પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે.


કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


જેઓ તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને જેમનાં હૃદય સિયોનના યાત્રામાર્ગો પર મંડાયેલાં છે તેમને ધન્ય છે!


હવે, હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારી તરફ પાછા ફરો; અમારા પ્રત્યેનો તમારો રોષ નાબૂદ કરો.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


હે દુનિયાના છેડા સુધીના સૌ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો. કારણ, હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


“મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.


એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.”


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


તમે તેમની જ પ્રશંસા કરો; કારણ તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા દેખતાં તમારે માટે મહાન અને આશ્ર્વર્યકારક કાર્યો કર્યાં છે.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


પાણી પર સત્તા ધરાવનાર દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો, “હે પવિત્ર ઈશ્વર, તમારા આપેલા ચુકાદાની બાબતમાં તમે ન્યાયી છો; તમે વર્તમાનકાળમાં જેવા ન્યાયી છો, તેવા ભૂતકાળમાં યે હતા.


Lean sinn:

Sanasan


Sanasan