Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમે તમારી ઉદારતાથી વર્ષને આબાદીનો મુગટ પહેરાવો છો. તમારી કેડીઓ પર અમી વરસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો. તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:11
17 Iomraidhean Croise  

તે વાદળાંમાંથી વરસાદ વરસાવે છે, અને ભૂમિ પર ધોધમાર વર્ષા થાય છે.


તે ધરતી પર વરસાદ મોકલે છે અને ખેતરોને પાણીથી સિંચે છે.


તે તારા જીવનને મૃત્યુના ગર્તમાંથી ઉગારે છે, અને તને પ્રેમ અને રહેમનો મુગટ પહેરાવે છે.


તમે તમારા આકાશમાંના ઓરડાઓમાંથી પહાડો પર પાણી વરસાવો છો અને તમારી વર્ષાથી ધરતી સમૃદ્ધિ પામે છે.


તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


તમારા પોતાના લોકો ત્યાં વસ્યા; હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે કંગાલોનું પોષણ કર્યું.


અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે, અને જંગલી ઓલિવ વૃક્ષની ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષની ડાળી જેવા છો. હવે યહૂદીઓનું મૂળ, જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો.


તમારા ઈશ્વર પ્રભુ તે દેશની કાળજી રાખે છે; અને આરંભથી અંત સુધી આખા વર્ષ પર્યંત તમારા ઈશ્વર તેની સતત દેખભાળ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan