Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 64:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી સર્વ મનુષ્યો ભયભીત થશે, તેઓ ઈશ્વરનાં કાર્યો પ્રસિદ્ધ કરશે, અને એમ ઈશ્વરનાં કાર્ય વિષે સમજણ મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 64:9
13 Iomraidhean Croise  

તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે.


તેમના પર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં ફેંકાઓ, અને ઊંડા ખાડામાં પડયા પછી કદી બહાર ન નીકળો.


તેમણે આપણા ઈશ્વરની સ્તુતિનું એક નવું ગીત મારા મુખમાં મૂકાયું છે. ઘણા એ જોઈને આદરયુક્ત ભય રાખશે.


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


લોકો કહેશે, “સાચે જ નેકજનોને પુરસ્કાર મળે છે; સાચે જ પૃથ્વી પર ન્યાય કરનાર ઈશ્વર છે.”


તમારા કોપમાં તેમને ભસ્મીભૂત કરો; એકય ન બચે તેમ તેમનો પૂરો વિનાશ કરો; જેથી બધા લોકોને ખાતરી થાય કે ઈશ્વર યાકોબના દેશમાં અને પૃથ્વીની સર્વ સીમાઓ સુધી રાજ કરે છે. (સેલાહ)


તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.


બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે.


ખરેખર આપણે સાચા છીએ એનું પ્રભુએ સમર્થન કર્યું છે. ચાલો, આપણે યરૂશાલેમ જઈએ અને ત્યાં લોકોને આપણા ઈશ્વર પ્રભુનાં કાર્ય પ્રગટ કરીએ.”


કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan