Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 63:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ જેઓ મારો જીવ લેવા ચાહે છે તેઓ નાશ પામશે; તેઓ ધરતીનાં ઊંડાણોમાં ઊતરી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 63:9
20 Iomraidhean Croise  

બધા દુષ્ટોને તું ધૂળમાં દાટી દે, અને મૃત્યુલોક શેઓલમાં તેમનાં મુખ ઢાંકી દે.


તમે મને મારાં ડગલાં ભરવા મોકળાશ કરી આપી છે, તેથી મારા પગ ડગી ગયા નથી.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો.


મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે.


જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે.


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


જેઓ મારો જીવ લેવા પ્રયાસ કરે છે તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને ઈજા પહોંચાડવાની ઇચ્છા રાખે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.


રણમાંથી પોતાના પ્રીતમ પર ટેકીને આ કોણ આવે છે? પ્રિયતમા: જ્યાં તારી જનેતાએ પ્રસવવેદનામાં તને જન્મ આપ્યો હતો, તે સફરજન વૃક્ષ નીચે મેં તને જમાડયો.


પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે.


નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.


તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે.


“પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.”


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


તે તને અને ઇઝરાયલીઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે. આવતી કાલે તું અને તારા પુત્રો મારી સાથે હશો અને પ્રભુ ઇઝરાયલના સૈન્યને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan