Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 63:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 63:8
19 Iomraidhean Croise  

તેણે પોતાના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવીને નિયમ અને આજ્ઞાઓ અનુસાર ઈશ્વરના મંદિરમાંની સેવાને લગતું જે કામ ઉપાડયું તે તેણે સફળતાપૂર્વક પાર પાડયું.


પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્‍નત કરો છો.


જો કે તે ઠોકર ખાય, તો યે તે પડી જશે નહિ, કારણ, પ્રભુ તેનો હાથ પકડી લઈને તેને ટેકો આપશે.


મારી પ્રામાણિક્તાના ફળસ્વરૂપે તમે મને ધરી રાખ્યો છે, માટે તમે મને સદાસર્વદા તમારી સન્મુખ સ્થાન આપો છો.


છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે.


તમારા સિવાય સ્વર્ગમાં મારું કોણ છે? અને પૃથ્વી પર મને બીજા કોઈની ઝંખના નથી.


જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસે છે,” ત્યારે હે પ્રભુ, તમારા પ્રેમે મને ગ્રહી લીધો.


તેનો ડાબો હાથ મારા માથા નીચે છે અને તેનો જમણો હાથ મને આલિંગન આપે છે.


તેથી હું નગરમાં, શેરીઓ અને સડકો પર, મારા પ્રીતમને ખોળવા ભમતી ફરી. મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ.


રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.


એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું.


Lean sinn:

Sanasan


Sanasan