Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 62:3 - પવિત્ર બાઇબલ C.L.

3 નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જે વ્યકિત નમી ગયેલી ભીંત કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે, તેના ઉપર તમે સર્વ માણસો ક્યાં સુધી આક્રમણ કરશો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 62:3
19 Iomraidhean Croise  

પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


કારણ, તેઓ તેમના હૃદયમાં ભુંડું કરવાનું જ વિચારે છે; વળી, તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.


હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ.


હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.


તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ.


મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે.


હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ)


“તમે બધા કયાં સુધી ગેરઇન્સાફ કરશો? ક્યાં સુધી તમે દુષ્ટોની તરફેણ કરશો? (સેલાહ)


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ લોકો કયાં સુધી મારી આજ્ઞાને આધીન થવાનું નકારશે?


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


આળસુ, તું ક્યાં સુધી પથારીમાં આળોટ્યા કરીશ? ક્યારે તું નિદ્રા તજીને ઊભો થઈશ?


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


જો કે મેં તેમની ઉન્‍નતિ કરી અને તેમને બળવાન બનાવ્યા તો પણ તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ કરે છે.


ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


યહૂદીઓ એ આરોપ સાથે સહમત થયા અને કહ્યું કે એ બધું સાચું છે.


વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય.


Lean sinn:

Sanasan


Sanasan