Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 61:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું સર્વકાળ તમારા મંડપમાં વાસ કરીશ; તમારી પાંખોની છાયામાં હું શરણ લઈશ. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોને આશ્રયે હું રહીશ. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ, અને તારી પાંખોના આશ્રયે રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 61:4
18 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે?


સાચે જ તમારી ભલાઈ અને તમારો પ્રેમ જીવનભર મારા સાથી બનશે અને હું સદાસર્વદા યાહવે ઘરમાં નિવાસ કરીશ.


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.


તે ઈશ્વરની સંમુખ સર્વદા રાજ્યાસન પર બિરાજો; તમારાં પ્રેમ અને સત્યતા તેમનું રક્ષણ કરો.


ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.


કેમ કે તમે સદા મારા મદદગાર બન્યા છો, અને તમારી પાંખોની છાયામાં હું હર્ષભેર ગાઉં છું.


હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


પક્ષી પોતાનાં બચ્ચાંને પીંછાથી ઢાંકે તેમ તે તેને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમનું વિશ્વાસુપણું ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપશે.


જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા ઈશ્વરનાં પ્રાંગણમાં ખીલશે.


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.”


Lean sinn:

Sanasan


Sanasan