Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 60:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 60:12
15 Iomraidhean Croise  

બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”


હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.”


પ્રભુનો જમણો ભુજ ઊંચો કરાયેલો છે, પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે.”


પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.


તમે અમને વૈરીઓ સામે પીછેહઠ કરવા વિવશ કર્યા છે; અમારા દ્વેષીઓ અમને ફાવે તેમ લૂંટે છે.


તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


“મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan