Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 6:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હે દુરાચારીઓ, મારાથી દૂર જાઓ, કારણ, પ્રભુએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે દુષ્કર્મીઓ, તમે બધા મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 6:8
16 Iomraidhean Croise  

મારી આંખો વેદનાથી ઝાંખી થઈ છે, અને મારા સર્વ અવયવો પડછાયા જેવા બન્યા છે.


તમે મને મૃત્યુમાંથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.


હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું.


હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો.


પ્રભુ તેમને પોકારનાર સર્વની સમીપ છે; સાચા ભાવથી તેમને પોકારનાર સર્વની નિકટ છે.


હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)


વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે.


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે.


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


“તું હિઝકિયા પાસે પાછો જઈને તેને કહે, ‘હું તારા પૂર્વજ દાવિદનો ઈશ્વર છું. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તારું આયુષ્ય બીજાં પંદર વર્ષ વધુ લંબાવીશ.


મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


ત્યારે હું તેમને જવાબ આપીશ, ’હું તમને ઓળખતો નથી. ઓ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ.’


ત્યારે તે ફરીથી કહેશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી. ઓ સર્વ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ!’


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan