Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું, રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 6:6
23 Iomraidhean Croise  

“મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.


તે ઈશ્વર સમક્ષ મારા વિચારો સમજાવે છે, તેને માટે મારી આંખો ઝૂરે છે.


“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


એની જેમ મારે પણ મહિનાઓ વ્યર્થતામાં વીતાવવા પડે છે અને મારે ફાળે ગમગીનીની રાતો આવી છે.


મૃતકો, એટલે મૃત્યુલોક શેઓલની નીરવતામાં ઊતરી જનારાં યાહની સ્તુતિ કરી શક્તાં નથી.


હે પ્રભુ, તમે મારી અરજ સાંભળો અને મારા પર દયા કરો; હે પ્રભુ, તમે મારા બેલી થાઓ.


હે પ્રભુ, તમે મારી આકાંક્ષા જાણો છો; અને મારા નિ:સાસા તમારાથી છુપા નથી.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


રાતદિવસ મારાં આંસુ જ મારો આહાર થયાં છે. આખો વખત તેઓ મને પૂછયા કરે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”


મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.


શું કબરમાં તમારા પ્રેમનું અને વિનાશલોક અબાદ્દોનમાં તમારા વિશ્વાસુપણાનું વર્ણન કરાશે?


મારી આંખો વેદનાને લીધે નિસ્તેજ થતી જાય છે; હે પ્રભુ, હું તમને દરરોજ પોકારું છું, અને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરું છું.


કારણ, મૃત્યુલોક શેઓલમાં કોઈ તમારી સ્તુતિ કરી શકતું નથી; મૃત્યુ પામેલાં તમારાં સ્તોત્ર ગાઈ શક્તાં નથી અથવા વિનાશના ખાડામાં જનારાં તમારા વિશ્વાસુપણા પર આશા રાખતાં નથી.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે.


અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું.


Lean sinn:

Sanasan


Sanasan