Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 59:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે ઈશ્વર, તેમનો સંહાર કરો, નહિ તો મારા લોક નાસીપાસ થશે. હે પ્રભુ, અમારી સંરક્ષક ઢાલ, તમારા સામર્થ્ય દ્વારા તેમને હચમચાવી નાખીને નીચે પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો, કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 59:11
22 Iomraidhean Croise  

પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ.


અને જુદા જુદા દેશમાં તેમને વિખેરી નાખશે, અને ત્યાં તેમનાં સંતાનો માર્યા જશે.


પ્રભુ મારી પડખે છે; તેથી મારા શત્રુઓનો પરાજય જોઈને હું આનંદ પામીશ.


પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો.


ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.


તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


હે ઈશ્વર, અમારી સંરક્ષક ઢાલને જુઓ; તમારા અભિષિક્ત રાજાના મુખને નિહાળો.


જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પર્વતોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય, તેમણે બહાર નાસી છૂટવું; અને જેઓ ખેતરમાં હોય તેમણે શહેરમાં જવું નહિ;


“પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો.


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે.


પણ ત્યારે દાવિદને તેનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પોતાના માણસોને કહ્યું, “મારા માલિકને પ્રભુએ રાજા તરીકે પસંદ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan