Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 59:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મારા ઈશ્વર પોતાના પ્રેમથી મારી વહારે આવશે; મારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની મારી આકાંક્ષાને તે પૂરી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે. તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 59:10
23 Iomraidhean Croise  

દાવિદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માટે મૃત્યુગીત ગાયું.


તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે.


તમે શ્રેષ્ઠ આશિષો સાથે તેમને સામે જઈને મળ્યા છો; તમે તેમના મસ્તક પર સુવર્ણમુગટ મૂક્યો છે.


આવો, અને પ્રભુનાં મહાકાર્યો નિહાળો; તેમણે પૃથ્વી પર કેવાં આંતકપ્રેરિત કાર્યો કર્યાં છે તે જુઓ.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો.


તમે મને મારા સર્વ સંકટમાંથી ઉગાર્યો છે; મેં નજરોનજર મારા શત્રુઓનો પરાજય નિહાળ્યો છે.


મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે.


તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે.


હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તુતિગાન ગાઈશ. હે ઈશ્વર, તમે જ મારા ઊંચા સંરક્ષક ગઢ છો, અને મારા પર પ્રેમ દર્શાવનાર ઈશ્વર છો.


હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ.


તું તારી આંખોથી માત્ર તે વિનાશ જોશે, અને દુષ્ટોને મળતી સજા નિહાળશે.


મેં મારી આંખે મારા શત્રુઓનો પરાજય જોયો છે; મેં મારા કાને મારા વિરોધી દુષ્ટોની ચીસો સાંભળી છે.


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે.


ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી સર્વપ્રકારે દિલાસો મળે છે, તેમનો આપણે આભાર માનીએ.


પ્રભુનું આ શિક્ષણ અમે તમને જણાવીએ છીએ: પ્રભુના આગમનને દિવસે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ, જેઓ મૃત્યુ પામેલાં છે તેમના કરતાં આગળ જઈશું એવું નથી.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય.


Lean sinn:

Sanasan


Sanasan