Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 57:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો [થાઓ].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 57:5
21 Iomraidhean Croise  

દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


હે પ્રભુ, તમારા સામર્થ્યને લીધે તમે મહાન મનાઓ; અમે તમારા પરાક્રમનાં યશોગાન ગાઈશું.


હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.


પરંતુ હે પ્રભુ, તમે તેમને હસી કાઢશો; તમે સર્વ વિધર્મી પ્રજાઓનો ઉપહાસ કરશો.


તેઓ છુપાઈને નિર્દોષોને વીંધવા માગે છે, તેઓ અચાનક બાણ મારે છે અને જરા ય ડરતા નથી.


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે;


વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.


એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે.


એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan