Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 57:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું; પોતાના ઇરાદા મારામાં પૂર્ણ કરનાર ઈશ્વરને વિનંતી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ, તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 57:2
12 Iomraidhean Croise  

પ્રભુ મારે માટેનો તેમનો હેતુ પૂર્ણ કરશે. હે પ્રભુ, તમારો પ્રેમ સાર્વકાલિક છે. તમારા હાથની કૃતિનો ત્યાગ કરશો નહિ.


હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મારા શત્રુઓથી મને બચાવો.


મારા શત્રુઓ મારે વિષે ઈર્ષાભરી વાતો કરે છે: “તે ક્યારે મરે કે તેનું નામનિશાન ભૂંસાઈ જાય?”


મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે.


હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.


હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર, ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી તે કાર્યને સંપૂર્ણ કરતા જશે.


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan