Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 56:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું ઈશ્વર [ની મદદ] થી તેમના વચનની પ્રશંસા કરીશ; ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્યમાત્ર મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 56:4
18 Iomraidhean Croise  

યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો.


યહૂદિયાનાં સર્વ નગરોમાંથી લોકો પ્રભુની મદદ મેળવવા યરુશાલેમમાં આવી પહોંચ્યા.


પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે?


તમારું સમગ્ર શિક્ષણ સત્ય છે; તમારા સર્વ અદલ ચુકાદા શાશ્વત છે.


યાહવેનાં વચનો શુદ્ધ છે. તે માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી જેવાં નિર્ભેળ છે.


હું તમારા પવિત્ર મંદિર તરફ ભૂમિ પર મસ્તક ટેકવીને તમને નમન કરું છું; તમારા પ્રેમ અને તમારા વિશ્વાસુપણાને લીધે હું તમારા નામનો આભાર માનું છું. તમારું નામ અને તમારું શિક્ષણ સર્વોચ્ચ છે એની પ્રતીતિ તમે કરાવી છે.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


ઇજિપ્તીઓ પણ માણસો જ છે, દેવો નહિ. તેમના ઘોડા ય પાર્થિવ દેહના છે; તે કંઈ અલૌકિક નથી. પ્રભુ પોતાનો હાથ ઉગામશે ત્યારે સહાય કરનારાઓ ઠોકર ખાશે અને મદદ મેળવનારાઓનું પતન થશે. બલ્કે, તેઓ સૌ એક સાથે નષ્ટ થઈ જશે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan