Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 50:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “હે મારા લોકો, સાંભળો; હું બોલું છું. હે ઇઝરાયલ, હું ઈશ્વર, તમારો ઈશ્વર તમારી સામે નિવેદન કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 “હે મારા લોકો, સાંભળો, હું બોલીશ; હે ઇઝરાયલ, [સાંભળ,] હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; હું ઈશ્વર છું, [હા] તારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “હે મારા લોકો, હું કહું તે સાંભળો, હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 50:7
22 Iomraidhean Croise  

એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.”


ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.”


આહાઝ રાજાના અપરાધને લીધે તેના ઈશ્વર પ્રભુએ તેને અરામના રાજાના હાથે હાર પમાડી અને યહૂદિયાના લોકોને મોટી સંખ્યામાં દમાસ્ક્સ યુદ્ધ કેદીઓ તરીકે લઈ જવા દીધા. વળી, પ્રભુએ રમાલ્યાના પુત્ર એટલે ઇઝરાયલના રાજા પેકાના હાથે હરાવ્યો અને એક જ દિવસમાં યહૂદિયાના એક લાખ વીસ હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે એ બધું થવા દીધું.


હે સર્વ પ્રજાઓ, આ સાંભળો; ધરતીના સર્વ નિવાસીઓ, કાન દો.


હે મારી પ્રજા, હું તને ચેતવું ત્યારે સાંભળ; હે ઇઝરાયલ, તું મારી વાત પર ધ્યાન દે તો કેવું સારું!


તમારામાં કોઈ અન્ય દેવ ન હોય; વળી, તમે કોઈ પારકા દેવની પૂજા ન કરો.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું.


મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


Lean sinn:

Sanasan


Sanasan