Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 50:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 50:2
20 Iomraidhean Croise  

તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે.


એ નગરને કિલ્લાઓ છે; પણ ઈશ્વરે એ બધામાં પોતાને અજેય શરણગઢ તરીકે પ્રગટ કર્યા છે.


ઈશ્વર મારા રાજાની વિજયયાત્રા તેમના પવિત્રસ્થાન તરફ જતી બધાએ નિહાળી છે.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


જેને તમે સત્તા અને સન્માન બક્ષ્યાં છે, તે રાજાનું રક્ષણ કરો; જેને તમે પસંદ કર્યો છે, તે માનવપુત્રને સંભાળો.


એફ્રાઈમ, બિન્યામીન તથા મનાશ્શાનાં કુળો સમક્ષ તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમારો ઉદ્ધાર કરો.


હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan