Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમારી સન્મુખ અહંકારીઓ ઊભા રહી શક્તા નથી; તમે બધા દુષ્ટોનો તિરસ્કાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમારી હજૂરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શક્તા નથી; કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 5:5
21 Iomraidhean Croise  

ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ,


દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે.


પ્રભુ નેકજનોની પારખ કરે છે; પરંતુ દુષ્ટોને અને હિંસાખોરોને દયપૂર્વક ધિક્કારે છે.


હે યાહ, જો તમે અમારાં પાપો ધ્યાનમાં રાખો. તો પ્રભુ તમારી સમક્ષ કોણ ઊભું રહી શકે?


મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.


કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી.


હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો.


જડ માણસ તે જાણી શક્તો નથી, અને નાદાન તે સમજી શક્તો નથી.


અરે, જડ લોકો, જરા તો સમજો; હે અબુધો, તમારામાં ક્યારે ડહાપણ આવશે?


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે; પણ મૂર્ખો જ્ઞાન અને શિસ્તનો તિરસ્કાર કરે છે.


પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.


ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો.


જ્યારે તું ઈશ્વર આગળ માનતા માને ત્યારે તે પૂરી કરવામાં વિલંબ ન કરીશ, કારણ, ઈશ્વર મૂર્ખો પર રાજી નથી. તારી માનતા પૂરી કર.


પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


ત્યાં વસતાં લોકોના રીતરિવાજો તમારે સ્વીકારવા નહિ. તેમનાં એ દુષ્ટ કૃત્યોને લીધે હું તેમને ધિક્કારું છું અને તે માટે હું તેમને ત્યાંથી હાંકી કાઢું છું.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


ત્યારે હું તેમને જવાબ આપીશ, ’હું તમને ઓળખતો નથી. ઓ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ.’


Lean sinn:

Sanasan


Sanasan