Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો, જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું. અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 5:3
15 Iomraidhean Croise  

જુલમગારોએ ગરીબો પર એટલો જુલમ કર્યો કે તેમણે ઈશ્વરને પોકાર કર્યો, અને ઈશ્વરે પીડિતોની ફરિયાદ સાંભળી.


પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું.


હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો.


પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે.


હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી.


તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.


હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે.


હે પ્રભુ, તમારા પ્રેમથી ભલમનસાઈ રાખીને મને ઉત્તર દો; તમારી અસીમ અનુકંપાથી મારી તરફ ફરો.


પરંતુ હે ઈશ્વર, તમે તો પ્રાચીનકાળથી અમારા રાજા છો; તમે અમારે માટે દેશમાં ઘણા વિજયો મેળવ્યા છે.


તમારા મંદિરમાં વસનારાંને ધન્ય છે. તેઓ નિરંતર તમારી સ્તુતિ કરે છે. (સેલાહ)


હે પ્રભુ, હું તમને અરજ કરું છું; રોજ સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો.


રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.


મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું.


બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan