Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 5:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની જ યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો, અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો, તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 5:10
41 Iomraidhean Croise  

દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


હે પ્રભુ, તમે દુષ્ટ અને દુરાચારીઓની શક્તિ તોડી પાડો, તેમનાં દુષ્ટ કૃત્યો માટે તેમને એવી સજા કરો કે તેઓ દુષ્ટતા આચરતા અટકી જાય!


કારણ, તેમણે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો, અને સર્વોચ્ચ ઈશ્વરની શિખામણોની ઘૃણા કરી હતી.


હે પ્રભુ, ઊઠો, મારા શત્રુઓનો સામનો કરી તેમને ફગાવી દો; તમારી તલવાર દ્વારા મને દુષ્ટોથી ઉગારો.


નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે.


તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે, તેમની આંખો રાષ્ટ્રોની તપાસ રાખે છે; તેથી તેમની સામે કોઈ વિદ્રોહી ઊભા ન થાય!(સેલાહ)


મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ.


lહે પ્રભુ, અમારી પડોશી પ્રજાઓએ તમારી કરેલી નિંદાનો સાત ગણો બદલો તેમને શિરે વાળો.


પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


તેના દુશ્મનો તેના શાસકો બન્યા છે; તેના શત્રુઓ નિરાંત ભોગવી રહ્યા છે. તેના અપરાધોને લીધે પ્રભુએ તેને દુ:ખ દીધું છે. તેનાં સંતાનોને બંદી તરીકે લઈ જવાયાં છે.


“અમે તો પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે. અમે ભૂંડાઈ કરી છે. અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે અને તમે દર્શાવેલા સત્યથી વિમુખ થયા છીએ.


અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો હોવા છતાં તમે દયાળુ અને ક્ષમાશીલ છો.


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.”


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.


Lean sinn:

Sanasan


Sanasan