Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 49:17 - પવિત્ર બાઇબલ C.L.

17 કારણ, તે મૃત્યુ પામશે ત્યારે પોતાની સાથે કશું લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની સાથે જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 49:17
10 Iomraidhean Croise  

અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


એ પથારીમાં સૂઈ જાય છે ત્યારે ધનવાન હોય છે, પણ તે એટલી જ વાર; કારણ, જ્યારે તે આંખ ઉઘાડે છે, ત્યારે બધું ધન લોપ થઈ ગયું હોય છે.


હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


તે જેવો પોતાની જનેતાની કૂખે જન્મ્યો હતો તેવો જ કશું લીધા વગર પાછો જાય છે. તે પોતાના પરિશ્રમનું કંઈ ફળ પોતાની સાથે લઈ જઈ શકશે નહિ.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.


પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”


તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’


શરીરને દફનાવવામાં આવે છે, ત્યારે તે કદરૂપું અને નબળું હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે સુંદર અને સબળ બનશે.


આપણે આ દુનિયામાં શું લઈને આવ્યા છીએ? કંઈ જ નહિ! વળી, આ દુનિયામાંથી આપણે શું લઈ જવાનાં છીએ? કંઈ જ નહિ!


Lean sinn:

Sanasan


Sanasan