Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 49:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ ઈશ્વર મારા પ્રાણને ઉગારશે, શેઓલના પંજામાંથી તે મને ઝૂંટવી લેશે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 49:15
13 Iomraidhean Croise  

તેણે પોતાનું આખું જીવન ઈશ્વરની સંગતમાં ગાળ્યું. પછી તે અલોપ થઈ ગયો. કારણ, ઈશ્વરે તેને પોતાની પાસે ઉપાડી લીધો.


તમારા હાથમાં મારો આત્મા સોંપું છું; હે પ્રભુ, વિશ્વાસુ ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કરો.


તમે મારા પ્રાણને મૃત્યુમાંથી ઉગાર્યો છે, અને મારા પગને લથડવા દીધા નથી; જેથી, હે ઈશ્વર, હું તમારી સમક્ષ જીવનદાયક પ્રકાશમાં ચાલું.


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે?(સેલાહ)


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


ઈસુએ મોટે સાદે બૂમ પાડી, “પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું!” એમ કહીને તે મરણ પામ્યા.


હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો.


તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.”


પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.”


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan