Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 49:11 - પવિત્ર બાઇબલ C.L.

11 જો કે તેમને નામે જમીનજાગીરો હતી, તોપણ કબરો તેમનાં કાયમનાં ઘર બન્યાં છે; એ તેમના યુગાનુયુગનાં નિવાસસ્થાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા [ટકશે] , અમારાં રહેઠાણ પેઢી દરપેઢી [કાયમ રહેશે] ; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓના કબરો સદા માટે તેઓના ઘર રહેશે અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે, જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય; અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 49:11
13 Iomraidhean Croise  

પછી કાઈને પોતાની પત્ની સાથે સમાગમ કર્યો; તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધ્યું અને પોતાના પુત્રના નામ પરથી તે શહેરનું નામ “હનોખ” પાડયું.


આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે.


તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.”


હે પ્રભુ, હું શાની આશા રાખી શકું? મારી આશા તો તમારા પર જ છે.


મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે.


તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!*


જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે.


એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે.


પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.


“તમે ફરોશીઓ થાળીવાટકા બહારથી જ સાફ કરો છો. પણ આંતરિક રીતે તો તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો.


તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે.


(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).


બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan