Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 49:10 - પવિત્ર બાઇબલ C.L.

10 સાચે જ, માણસ જુએ છે કે બુદ્ધિવંતો પણ મરે છે, તેમજ મૂર્ખ અને મૂઢ પણ મૃત્યુ પામે છે; તેઓ બધાં પોતાનું ધન બીજાઓને માટે મૂકી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે; મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 49:10
21 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


કારણ, તે મૃત્યુ પામશે ત્યારે પોતાની સાથે કશું લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની સાથે જશે નહિ.


ત્યારે હું તો મૂર્ખ અને અજ્ઞાન હતો, અને તમારા પ્રત્યે પશુ સમાન જડ હતો.


હે પ્રભુ, તમારા વિશ્વાસુપણાને લીધે જે પ્રેમ દાવિદ પ્રતિ દર્શાવવાના શપથ તમે લીધા તે પ્રેમ ક્યાં છે?


અરે, જડ લોકો, જરા તો સમજો; હે અબુધો, તમારામાં ક્યારે ડહાપણ આવશે?


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


વિદ્યા પર પ્રીતિ રાખનાર શિસ્ત પણ ચાહે છે; ઠપકાને ધિક્કારનાર મૂર્ખ છે.


જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે.


સાચે જ હું મનુષ્ય નથી પણ પશુવત્ છું, અને મારામાં મનુષ્યની સમજ નથી.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે!


પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan