Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 46:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 46:4
24 Iomraidhean Croise  

પણ હવે મારા નામની ભક્તિ કરવાના સ્થળ તરીકે મેં યરુશાલેમને પસંદ કર્યું છે અને હે દાવિદ, તને મેં મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


તે મને લીલાંછમ ઘાસનાં ચરાણોમાં ચરાવે છે, તે મને શાંત ઝરણા પાસે દોરી જાય છે, અને મારા પ્રાણને તાજગી બક્ષે છે.


તમારો પ્રકાશ અને તમારું સત્ય* મોકલો, જેથી તેઓ મને માર્ગદર્શન આપે; તેઓ મને તમારા પવિત્ર સિયોન પર્વત પર તથા તમારા નિવાસસ્થાનમાં દોરી જાય.


પ્રભુ મહાન છે અને તે અત્યંત સ્તુતિપાત્ર છે. તેમનો પવિત્ર સિયોન પર્વત આપણા ઈશ્વરના નગરમાં છે.


અમે જેમ ઈશ્વરનાં મહાન કાર્યો વિષે સાંભળ્યું હતું, તે જ પ્રમાણે સેનાધિપતિ પ્રભુના નગરમાં, હા, ઈશ્વરના નગરમાં, અમે અમારી સગી આંખે થતું નિહાળ્યું છે! ઈશ્વર તે નગરને સદાસર્વદા ટકાવી રાખશે. (સેલાહ)


તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો.


હે ઈશ્વરના નગર, સાંભળ; તારે વિષે ગૌરવયુક્ત વાતો કહેવાય છે. (સેલાહ)


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે.


કારણ, હે પ્રભુ, તમે સદાસર્વદા સર્વોચ્ચ સત્તાધીશ છો.


હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! તો તો સતત વહેતી સરિતા સમી સમૃદ્ધિ સાંપડી હોત અને સાગરના ઉછળતાં મોજાં સમો વિજય હાંસલ થયો હોત.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું?


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


આત્માએ મારો કબજો લીધો અને દૂત મને એક ઘણા ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan