Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 46:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સમુદ્રો ભલેને ગર્જે અને ફીણ ઉપજાવે, અને સમુદ્રજળની થપાટોથી ટેકરીઓ કાંપી ઊઠે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધ્રુજી ઉઠે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 46:3
17 Iomraidhean Croise  

પ્રભુએ તેને કહ્યું, “જા, પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે.” પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો; પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો; પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા.


મેં તેને આજ્ઞા આપી, ‘તું અહીં સુધી જ આવી શકે, એથી આગળ નહિ; તારાં પ્રચંડ મોજાં અહીં જ અટકી જવાં જોઈએ.’


મૃત્યુનાં બંધનોએ મને ઘેરી લીધો હતો, વિનાશનાં મોજાં મારી ઉપર ફરી વળ્યાં હતાં;


તેથી મારો પ્રિયતમ કહે છે: “હે યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના લોકો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ન્યાય કરો:


પર્વતો ખસી જાય અને પર્વતો ચળી જાય પણ તારા પરનો મારો અવિરત પ્રેમ ટળી જશે નહિ. તને શાંતિ આપવા અંગે મેં કરેલો મારો કરાર રદ થશે નહિ.” તારા પર કરુણા દાખવનાર પ્રભુ એવું કહે છે.


મેં પર્વતોને જોયા તો તેઓ ધ્રૂજતા હતા અને બધી ટેકરીઓ કંપી ઊઠી હતી.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે.


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા, પણ તે પડી ગયું નહિ. કારણ, તેનો પાયો ખડક પર હતો.


બધા જ ટાપુઓ ખસી ગયા અને બધા જ પર્વતો અદૃશ્ય થઈ ગયા.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan