Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 46:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 છાના રહો, [નિશ્ચે] જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો, કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે. અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 46:10
26 Iomraidhean Croise  

સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.


તેથી ઇઝરાયલના રાજાએ તેમને મોટી મિજબાની આપી અને તેઓ ખાઈપી રહ્યા એટલે તેણે તેમને અરામના રાજા પાસે પાછા મોકલ્યા. ત્યારથી અરામીઓએ ઇઝરાયલના દેશ પર આક્રમણ કરવાનું બંધ કર્યું.


તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


હે પ્રભુ, તમારા સામર્થ્યને લીધે તમે મહાન મનાઓ; અમે તમારા પરાક્રમનાં યશોગાન ગાઈશું.


પરંતુ દુષ્ટોની તલવારો તેમનાં પોતાનાં જ હૃદયોને વીંધી નાખશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.


હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


પણ સર્વસમર્થ પ્રભુ તેમનાં ન્યાયકૃત્યો દ્વારા પોતાની મહત્તા પ્રગટ કરશે અને પવિત્ર ઈશ્વર યથાર્થ ન્યાય કરીને પોતાની પવિત્રતાનું પ્રમાણ આપશે.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “હું એલામ દેશને શક્તિશાળી બનાવનાર બધા ધનુર્ધારીઓનો નક્કી નાશ કરીશ.


જ્યારે હું ઇજિપ્તને આગ લગાડીશ અને તેના બધા ટેકેદારો નાશ પામશે ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


હું પ્રહાર કરીને તારા ડાબા હાથમાંથી તારું ધનુષ્ય તોડી નાખીશ, અને તારા જમણા હાથમાંથી તારાં તીર નીચે પાડી દઈશ.


તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમના ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા.


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


બળવાન સૈનિકોનાં બાણ ભાંગી ગયા છે, પણ નિર્બળો સબળ બન્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan